વાંકાનેર : આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણકીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ સાંસદ (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાલીઓને બાળકોને જંકફુડ અને મોબાઈલ દૂર રાખવા આહવાન કરેલ તેમજ માન.સાંસદશ્રી કેસરી દેવસિંહજી દ્વારા વાલીને મિલેટ્સ અને સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવા જણાવ્યું હતું. પોષણ ઉત્સવ -2025 કાર્યક્રમમાં મીલેટ્સ સ્પર્ધા યોજાય કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને THRની સક્સેસ સ્ટોરી અને ભૂલકાઓ દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કર્યું હતું. તમામ કિશોરી, બાળકો અને મિલેટસ્ વાનગી સ્પર્ધા 1,2,3-THR વાનગી સ્પર્ધા 1,2,3 નંબર મેળવેલ વર્કરને પ્રોત્સાહિત ભેટ સ્વરૂપે પોષણ કપ અને પ્રમાણપત્ર આપેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા ભાજપ પ્રમુખ, પ્રાંત અધિકારી વાંકાનેર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, મેડિકલ ઓફિસર (આયુર્વેદ), સીડીપીઓ, આંગણવાડી કાર્યકર, વાલીઓ હાજર રહેલ ICDS ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.