15 મહિનાથી સળંગ ત્રણ ઉપવાસની કઠિન આરાધના; વિજેતાજી આર્યાજીને ‘તપ તેજસ્વીની’ પદવી અર્પણ કરાશેમોરબી : મોરબીના સોની બજાર સ્થિત સ્થાનકવાસી જૈન સંઘના આંગણે આગામી તા. 28થી ભવ્ય ત્રિવેણી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પુ. ગચ્છાધીપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી તેમજ ગુજરાત ગૌરવ ડો. નિરંજન મુનીજી આદિ ઠાણાની પાવન નિશ્રામાં આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આરાધનાજી આર્યાજીના સુશિષ્યા તપસ્વિની વિજેતાકુમારી આર્યાજી છેલ્લા 15 મહિનાથી અઠ્ઠમતપ (સળંગ ત્રણ ઉપવાસ)ના પારણે અઠ્ઠમતપની અત્યંત કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે, જેના ઉપલક્ષ્યમાં આ ચાર દિવસીય મહોત્સવ યોજાશે.ચાર દિવસીય મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખાતા. 28: કળશ પચ્ચકખાણતા. 29: તપ અભિવંદનાતા. 30: તપસ્વી અનુમોદનાતા. 31: રસપાન પૂર્વે ઋષભ વંદનામહોત્સવના અંતિમ દિવસે વિજેતાજી આર્યાજીને ‘તપ તેજસ્વીની’ની વિશેષ પદવી એનાયત કરવામાં આવશે. આ સાથે જ આરતી કુમારી આર્યાજીના વર્ષીતપના પારણા પણ યોજાશે.26 સંત-સતીજીઓની ઉપસ્થિતિ; વિહાર સેવાર્થીઓનું કરાશે જાહેર સન્માનસોની બજાર જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ દોશીના જણાવ્યા અનુસાર, મોરબી અને આસપાસના વિહાર ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીજીઓની રાત-દિવસ સેવા ભક્તિ કરનારા તમામ સેવાર્થીઓનું સંઘ તરફથી જાહેર સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે પુ. દમયંતીબાઈ મ.સ. અને કલાવતીબાઈ મ.સ.ના સુશિષ્યા આરાધનાજી મ.સ., કોમલજી મ.સ.(મોટા), તરલાકુમારી આર્યાજી તેમજ ધૃતિકુમારી આર્યાજી સહિત આશરે 26 જેટલા સંતો-સતીજીઓ ખાસ પધાર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિજેતાજી આર્યાજીએ પોતાના 26 વર્ષના દીક્ષાપર્યાય દરમિયાન સિદ્ધિતપ, 36 ઉપવાસ અને માસખમણ જેવી અનેક આકરી તપસ્યાઓ કરેલી છે. તેઓ વ્યાખ્યાન, નારી શિબિર અને પ્રશ્નમંચ જેવા કાર્યક્રમોનું પણ સફળ સંચાલન કરે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકાસણાની વ્યવસ્થામહોત્સવ દરમિયાન તા. 28, 29 અને 30 એમ ત્રણ દિવસ સમસ્ત મોરબીના ભાવિકો શાંતિ અઠ્ઠમની આરાધના કરશે. આ ત્રણ દિવસ દરમિયાન એકાસણાનો લાભ ધર્મવત્સલા ઉષાબેન કાન્તિલાલ મહેતા હ. સી.એ. રચનાબેન સમીરભાઈ મહેતા (મોરબીવાળા) પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ત્રણેય દિવસ બપોરે 3:30 કલાકે મહિલા મંડળો દ્વારા તપસ્યાના ગીતોની સાંજી સાથે વિજેતાજી આર્યાજીની તપ અનુમોદનાનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.આ મહોત્સવને સફળ બનાવવા માટે સોની બજાર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ દોશી, ઉર્મિલા મહેતા, હસમુખ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા અને કેતન મહેતા સહિતના પદાધિકારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સંઘ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ત્રિવેણી મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #JainSamaj #TriveniMahotsav #Varsitap #MorbiJainSangh #Jainism #Tapasya