મોરબી : મોરબીમાં ગત તા. ૧૪/૮/૨૦૨૧ ના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાઓને હનુમાનદેરી મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ ખાતે ત્રિશુલ દીક્ષા આપવામા આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંતએ હાજરી આપી કાર્યકર્તાઓને તેમના કરકમલો દ્વારા ત્રિશુલ દીક્ષા અર્પણ કરી હતી. અને તેમને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ઉપસ્થિતિ રહ્યું હતું. તેમ સંયોજક ભાવિક ભટ્ટએ જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..