ત્રિશુલ દીક્ષા પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે મોરબી : મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની ટીમ દ્વારા કાલે રવિવારે ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજાશે. ત્રિશુલ દીક્ષા પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટીમના માર્ગદશન હેઠળ ફરી એક વાર ત્રિશુલ દિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિશુલ દિક્ષા આપતા પેહલા આપણા દેશના સૈન્યની ત્રણેય પાંખના વડા ચિફ ઓફ ડિફેનસ સ્ટાફના વડા જનરલ બિપીન રાવતજી તથા તેમની સાથે દુર્ઘટનામા શહીદ થયેલા સૈન્યના જવાનોને વિશ્વ હિંદુ પરિષદ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો પણ કાર્યક્રમ રાખેલ છે.જેમાં આવતીકાલે તા.૧૨ને રવિવાર ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..