ત્રિપુટીએ ઘરમાં ઘુસી બે દરવાજા તોડી નાખ્યા મોરબી : મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે જુના ઝઘડાના ખારમાં ત્રિપુટીએ હીંચકારો હુમલો કરી યુવાનના હાથમાં ધારીયાના ઘા ઝીકી મકાનમાં ઘુસી બે દરવાજા તોડી નાખતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા પ્રવીણપરી મોતીપરી ગોસ્વામી ઉપર આજ ગામના જગદીશ કોળી તેમજ તેના બે મળતિયા દ્વારા જુના ઝઘડાનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં હુમલાખોરોએ પ્રવિણપરીના હાથ ઉપર ધારીયાનો ઘા ઝીકી તેમના મકાનમાં બે દરવાજામાં તોડફોડ કરી રૂપિયા 5000નું નુકશાન પહોંચાડતા આ મામલે પ્રવિણપરીની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ - ૩૨૫, ૩૨૩, ૪૨૭, ૪૫૨, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.