આગામી તહેવારોને ધ્યાને રાખીને મુસાફરોની ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવેનો નિર્ણયમોરબી અપડેટ: આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા સુધારેલા કોચ સંયોજન સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી આગામી સમયગાળામાં મુસાફરોને સુગમ અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળતો રહેશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ આપેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09017 અને 09018 ના ફેરા નીચે મુજબ લંબાવવામાં આવ્યા છે:ટ્રેનની વિગતો અને લંબાવેલા ફેરા: • ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ: આ ટ્રેન દર રવિવારે 04 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2026 સુધી દોડશે. આ સમયગાળામાં ટ્રેનના કુલ 9 વધારાના ફેરા થશે.જેની સંચાલન તારીખો 04, 11, 18, 25 ઓક્ટોબર અને 01, 08, 15, 22, 29 નવેમ્બર 2026 છે. • ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ: આ ટ્રેન દર સોમવારે 05 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026 સુધી દોડશે. આ ટ્રેનના પણ કુલ 9 વધારાના ફેરા થશે. જેની સંચાલન તારીખો 05, 12, 19, 26 ઓક્ટોબર અને 02, 09, 16, 23, 30 નવેમ્બર 2026 છે.સુધારેલું કોચ સંયોજન:આ ટ્રેનમાં હવે કુલ 22 ICF કોચ હશે, જેમાં 3 એસી 3-ટાયર, 15 સ્લીપર ક્લાસ, 2 સામાન્ય દ્વિતીય શ્રેણી (જનરલ કોચ) અને 2 SLRD કોચ સામેલ રહેશે. ટ્રેનના જનરલ અને SLRD કોચ અનારક્ષિત તરીકે ચલાવવામાં આવશે.ટિકિટ બુકિંગ:ટ્રેન નંબર 09017 અને 09018 ના લંબાવેલા ફેરા માટે રિઝર્વેશનની સુવિધા 23 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 08:00 વાગ્યાથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ (PRS) અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંયોજન અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.#MorbiUpdate #RajkotDivision #WesternRailway #SpecialTrain #FestivalSpecial #VeravalBandraTrain #IRCTC #TrainUpdate #Morbi