મોરબી : મોરબી સ્થિત શાંતિવન આશ્રમ, ધોળેશ્વર રોડ ખાતે પૂજ્ય સદગુરુદેવ કેશવાનંદ બાપુની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી અને ગુરુયાગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 04/12/2025 ને ગુરુવારના રોજ યોજાશે.ગુરુવારના રોજ સવારે 07:00 કલાકે ગુરુ યાગ (યજ્ઞ) થી કાર્યક્રમનો શુભારંભ થશે. ત્યારબાદ બપોરે 11:00 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 10:00 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાતના જાણીતા કલાકારો ભજનની ગંગા વહાવશે.સંતવાણીમાં ડો. શૈલેષભાઈ રાવલ (સ્ટેજ સંચાલક) ઉપરાંત લલિતાબેન ઘોઘરા (ભજનિક), શૈલેષ મારાજ (ભજનિક), ભગવાનજીભાઈ બોરીચા (ભજનિક), અનિલભાઈ પરમાર (ઉસ્તાદ), લાલાભાઈ (ઉસ્તાદ), વિજયભાઈ મકવાણા (બેન્જોવાદક), આનંદભાઈ મકવાણા (વાયોલીનવાદક), રમેશભાઈ અને ભરતભાઈ (મંજીરાવાદક) સહિતના કલાકારો પોતાની કલા પીરસશે. ત્યારે પૂ. શ્રી કલ્યાણાનંદજી ગુરુદેવ સંત શિરોમણી કેશવાનંદજી બાપુના આશ્રમે યોજાતા આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.