ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક આન્સ રેસ્ટોરેટ પાસે આજે એસટી બસ અને કાર તથા બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પુરપાટ ઝડપે આવતી એસટી બસની હડફેટે એક કાર ચડી ગયા બાદ કાર ફંગોળાઈ ગઈ હતી આ અકસ્માતમાં એક બાઇક પણ ઝપટે ચઢી જતા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અને બાઇક ચાલકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.જેથી તેને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જોકે આ અકસ્માતમાં કારમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા માટે 108ને જાણ કરાઈ હતી.પણ 108 સમયસર ન પહોંચતા તેમને અન્ય ખાનગી વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.