ડબલસવાર બાઈક રીક્ષા સાથે અથડાયા બાદ રોડ ઉપર પટકાયેલા યુવાન ઉપર ટ્રેલર ફરી વળ્યું મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પાવડિયારી નજીક જેતપર રોડ ઉપર આજે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડબલસવાર બાઇકને રીક્ષાએ ટક્કર મારતા બાઈકમાંથી ઉથલી પડેલા યુવાન ઉપર ટ્રેલર ફરી વળ્યું હતું. આથી ટ્રેલર નીચે કચડાતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. આર. બી. વ્યાસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી નજીક આવેલા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો ચિરાગ મનસુખભાઇ ચાવડા (ઉ.વ. 21) નામનો યુવાન આજે પોતાના મિત્ર સાથે ડબલ સવાર બાઇકમાં મોરબી કોઈ કામે આવ્યા બાદ કામ પરત જઈ રહ્યો હતો.ત્યારે જેતપર રોડ ઉપર ડબલ સવાર બાઈક એક રીક્ષા સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઈકમાંથી બન્ને યુવાનો રોડ ઉપર નીચે પટકાયા હતા.ત્યારે જ ત્યાંથી નીકળેલું ટ્રેલર રોડ ઉપર પટકાયેલા ચિરાગ મનસુખભાઇ ચાવડા ઉપર ફરી વળ્યું હતું. આથી ટ્રેલર હેઠળ કચડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે હતભાગી યુવાનના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..