ઇકો, ટ્રક અને બોલેરો એકબીજા સાથે ટકરાયા : ઇકો પલ્ટી મારી ગયોમોરબી : મોરબીના પરશુરામ બ્રિજ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ટ્રક, બોલેરો અને ઇકો ગાડી એકબીજા સાથે અથડાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી ફાટક પાસેના પરશુરામ બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. આજે બપોરના અરસામાં એક ઇકો ટ્રક સાથે વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યાં પાછળથી એક બોલેરો પણ તેની સાથે ટકરાયો હતો. ઇકો ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પણ અકસ્માતને પગલે થોડો સમય માટે ટ્રાફિક સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.