મોરબી : મોરબીના લાલપર પાસે હાઇવે ઉપર આજે રાત્રીના ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે આગળ જતી કારને ટક્કર માર્યા બાદ બ્રેક મારતા તેની પાછળ એક કાર ઘુસી ગઈ હતી. જો કે આગળની કાર બાદમાં ત્યાંથી નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં એકથી બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.