ટંકારા : ટંકારાના લજાઈ પાસે રાજકોટ મોરબી રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર જેતપુરના દંપતીને ઇજાઓ પોહચી હતી. મોરબી-રાજકોટ હાઇવેનું કામ ગોકળ ગતિથી ચાલી રહીયુ છે. જેને કારણે રોજ નાના મોટા અકસ્માતો થઇ રહયા છે. ગઈ કાલે હરબટીયાળીથી છતર વચ્ચે ત્રણ જુદા જુદા અકસ્માત સર્જાયા હતા તો આજે બપોરે રોડના કોન્ટ્રાક્ટરની ટ્રક ફસાઈ ગઈ હોય ભારે ટ્રાફિક જામ થઇ જતા રાહદારીમા રોષ ફેલાયો હતો. જ્યારે આજે રવિવારની સવારે 11:30 સમયે લજાઈ પાસે બેફામ પુરઝડપે આવતો ટ્રક નંબર Gj01CU 3398 જે બ્લુકલરની કારને હડફેટે લેતા કાર બોલેરો પિકપ સાથે ધડાકા ભેર અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક જેતપુર કાઠીના વતની જમનભાઈ બારોટ અને તેના પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળ પર લાઈવ જોનાર મોરબી જિલ્લા 108 ઇમર્જન્સીના ફ્લિટ પાયલોટ સલીમ ભૂંગરએ 108 અને ટંકારા પોલીસને જાણ કરી હતી. અને ધાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. ધટનાને પગલે ટંકારા પોલીસના વિનુભાઈ અને ભીખાભાઈ વાળા ટ્રાફિકની લાઈન કિલ્યર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.