આગળ જતી હોન્ડા સિટી કારનું ટાયર ફાટતા પાછળ આઇસર અને આઈ ટવેન્ટી કાર ઘૂસી ગઈમોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર આજે બપોરના સમયે શનાળા નજીક હોન્ડા સીટી કારનું ટાયર ફાટતા પાછળ આવતો આઇસર ટ્રક અને અન્ય એક કાર ધડાકા ભેર એક પછી એક અથડાતા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાની વિગતો સાંપડી રહી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર આજે બપોરના સમયે હોન્ડા સીટી કારનું ટાયર ફાટતા પાછળ આવી રહેલ એક આઇસર ટ્રક ધડાકા ભેર હોન્ડા સીટી કાર પાછળ અથડાયો હતો. બાદમાં આઇસર પાછળ આવી રહેલ આઈ ટવેન્ટી કાર પણ અથડાતા આ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. જોગાનુજોગ આજે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ હોય હાઇવે ઉપર સઘન બંદોબસ્ત હોય પોલીસ ટીમે તુરંત જ બનાવ સ્થળે દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.