રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિતે આયોજન મોરબી : રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા ચિત્રાહનુમાન મંદિર ખાતે આ ટ્રાયસિકલ અર્પણ વિધિમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ,ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાસ્ટ્ર -કચ્છ) દ્રીતિય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર,રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ હતા.આ સાથે પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, સભ્યો ચંદુભાઈ કડીવાર,પ્રાણજીવનભાઈ રંગપરીયા મણીલાલ કાવર અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા હાજર રહેલ હતા.તથા હનુમાનજીના મંદિરના પૂજારીના આશીર્વાદથી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી અને બળવંતભાઈને સાયકલ પર સવાર કરાવીને પ્રસ્થાન કરાવેલ.તેમ પ્રમુખની યાદીમાં જણાવેલ છે.