મોરબી : મોરબી પોસ્ટલ સ્ટાફ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી સંદર્ભે એક શાનદાર ત્રિરંગા યાત્રા રેલી આજે મોરબીના મુખ્ય માર્ગો પર સુત્રોચ્ચાર સાથે કાઢવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રામાં મોરબી જિલ્લાનો સમગ્ર પોસ્ટલ સ્ટાફ ઉત્સાહ ભેર જોડાયા હતો. આ રેલી માં PRI (POST) જે.આર.રાવલ શ્રી જી.પી.ઠોરીયા APM પોસ્ટ મેન અને પોસ્ટમેન પ્રભાતભાઈ ડાંગર સાથે સમગ્ર પોસ્ટલ સ્ટાફ જોડાયા હતા તેમ જે.આર.રાવલ PRI (POST)ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.