ધારાસભ્ય દુલભજી દેથરીયા દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેથી યાત્રાનો કરાયો શુભારંભટંકારા : ટંકારા ખાતે આજ રોજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરધર ત્રિરંગા અને આઝાદી પર્વ ઉપરાંત દેશ ભાવના થકી રાષ્ટ્ર વિકાસને ધ્યાનમાં રાખીને યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ યાત્રાનો શુભારંભ ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયાએ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેથી કરાવ્યો હતો. આ તકે મામલતદાર કેતન સખિયા, ઈન્ચાર્જ ટીડીઓ પરાસરા, પોલીસ મથકના રાઈટર હેડ ફિરોઝભાઈ પઠાણ, જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ, ભાજપ સંગઠનના પ્રભુભાઈ કામરીયા, નંદલાલભાઈ પરમાર, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભાવનાબેન કૈલા, નિર્મલાબેન, ભૂમિબેન, કૈલાસબેન જગોદરા, શારદાબેન પડાયા, બારૈયા સોનલબેન (લતાબેન અગ્રાવત ઉપ પ્રમુખ જિલ્લા મહિલા મોરચો દ્વારકા) ટંકારા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઈ વાધરિયા, મહેશભાઈ લિખિયા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, તાલુકાના સદસ્યો, પંચાયત સરપંચો, વડિલો, મિત્રો સહિતના શાળાના બાળકો અને શિક્ષકો, હોમગાર્ડ જીઆરડી અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.