મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા “ તિરંગા ઝંડા વિતરણ” કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જે તા: 14ને સવારે 9 થી 12 રવાપર ચોકડી, મુ. રવાપર ખાતે યોજાશે. તેમ અરવિંદ વાસદડીયા - પ્રમુખ મોરબી તાલુકા ભાજપ તથા બચુભાઇ ગરચર, બચુભા રાણા - મંહામંત્રી મોરબી તાલુકા ભાજપની યાદીમાં જણાવાયું છે.