મોરબી : સ્વાતંત્ર્ય પર્વ બાદ જ્યાં ત્યાં તિરંગા રઝળવા ન દેતા, વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા 16 અને 18મીએ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શહેરમાં અલગ અલગ 2 જગ્યા પર તિરંગા પાછા લેવામાં આવશે . જેથી તિરંગાનુ આદર અને સન્માન જળવાઈ રહે. આ અભિયાન શરુ કરવામાં આવશે.જે 3 દિવસ સુધી ચાલશે અને આપેલ જગ્યાના એડ્રેસ પર લોકોએ આપી જવાના રહેશે.અભિયાનમાં જોડાવા માટે મો.9595688888 અથવા મો.9099010005 ઉપર સંપર્ક કરવો. સ્થળ : 1 વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજે લખધીરવાસ પાસે સ્થળ: 2 બાલાજી ટેલિકોમ વી મીની સ્ટોર વોરા બાગ આનંદ શોપિંગ ફ્લોરા સોસાયટીની બાજુમાં સામાકાંઠે