કોરોના મહામારીને પગલે મૌન રેલી નહીં યોજાઈ : મોરબી નગરપાલિકા દ્વારા સ્મૃતિ સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પળાશે મોરબી : આગામી તા.11ને બુધવારના રોજ ગોઝારી મચ્છુ જળ હોનારત દિને મોરબી પાલિકા દ્વારા મણિમંદિર સ્થિત સ્મૃતિ સ્તંભ ખાતે મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. 11 ઓગસ્ટને બુધવારના રોજ “મચ્છુ જળ હોનારત દિન” નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર સામે બપોરે3.30 કલાકે દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે. તો આ કાર્યક્રમમાં હાજર રહેવા માટેની જાણ કરવામાં આવે છે. કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોય મૌન રેલી બંધ રાખેલ છે અને ઉપરોક્ત કાર્યક્રમમાં સોશ્યલ ડીસટન્સ રાખી માસ્ક પહેરીને આવવાનું રહેશે. જેની આથી જાહેર જનતાને ચીફ ઓફિસર ગીરીશ આર.સરૈયા, પ્રમુખ કુસુમબેન પરમાર તથા ઉપ પ્રમુખ જયરાજસિંહ એન.જાડેજાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..