આર.ટી.ઓ .કચેરી, ટ્રાફિક પોલીસ, ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા માર્ગ અકસ્માત અટકવવા માટે જન જાગૃતિ ફેલાવવા વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરાઈમોરબી :આજરોજ મોરબી -માળિયા નેશનલ હાઇવે ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોલ ખાતે મોરબી આર.ટી.ઓ. કચેરી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મોરબી સાથે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માર્ગ અકસ્માતના બનતા બનાવ અટકાવવા માટે જન જાગૃતિ ફેલાવવા સારું વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ પ્રગટાવી શ્રધાંજલિ આપવા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp ગ્રુપ, ટ્વિટર, facebook, instagram દ્વારા વાહનચાલકોને પોતાના ગ્રુપમાં તેમજ મિત્ર વર્તુળમાં જાણ કરવા સમજ આપવામાં આવી હતી. સાથો-સાથ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેનો 108ના સ્ટાફ દ્વારા ડેમો દ્વારા બતાવવામાં આવ્યો હતો અને આ બાબતે વાહન ચાલકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.