ટંકારા : ટંકારાના નસીતપર ગામે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નસીતપર ગામે લોકોએ કેન્ડલ માર્ચ કરીને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને હુમલો કરનાર આતંકીઓને ઝડપીને કાર્યવાહી કરાય તેવી માગ કરી હતી.