મોરબી : મોરબીમાં તા. 26મી જાન્યુઆરીના રોજ કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા ગુજરાતમાં ભુકંપમાં દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે કિડીયારું પૂરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશની સેવા એજ પ્રભુ સેવા, અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરતા મોરબીમાં કડીવાર વિપુલ, કડીવાર સાગર, ઉધરેજા અલ્પેશ અને ભોજાણી શૈલેષભાઈ દ્વારા 26-1-2001ના રોજ ગુજરાતમાં આવેલ ભુકંપમાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ રૂપે ભારતના નકશાની રંગોળી બનાવી કીડીયારું પૂરવામાં આવ્યું હતું. જેમાં 101 નાળીયેરમાં કીડીયારું ભરીને 101 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મૂકવામાં આવ્યા હતા. જેથી 1,01,000 એક લાખ એક હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.