મોરબી : મોરબીના પારેખ પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી પરિવારના મોભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. સ્વ. ચમનભાઈ ટી. પારેખની પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, ડેનિશભાઈ કાનાબાર સહીતનાઓ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ, જલારામ સેવા મંડળ)ની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..