ધવલ રાંકજાની બીજી પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ, વોટર કુલર, એમ્બ્યુલન્સ લોકાર્પણ, બાળકોને ચોપડા વિતરણ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવાયું મોરબી : જે પૂર્ણય આત્મા માત્ર સેવાકીય કરતા હોય અને અધવચ્ચે ફાની દુનિયા છોડીને ચાલી જાય તો તેમની પુણ્યતિથિએ તેમને કંડારેલી કેડી એટલે સેવાકર્યો થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો એજ સાચી શ્રદ્ધાંજલિ ગણાય. આવી રીતે મોરબીના સેવાભાવી યુવાન દિવંગત ધવલ રાંકજાની આજે બીજી પુણ્યતિથિએ વિવિધ સેવાકાર્યો થકી તેમને સાચી શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી. મોરબીમાં દિવંગત ધવલભાઈ રાંકજાની આજે બીજી પુણ્યતીતથીએ રાંકજા પરિવાર, લયન્સ કબલ મોરબી નઝરબાગ, ઇડન ગાર્ડન ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ સંસ્થાઓના અગ્રણીઓએ જણાવ્યું કે ધવલભાઈ ઘણી બધી સંસ્થા સાથે જોડાઈને સેવપ્રવૃત્તિ કરતા હતા આથી તેમની પુણ્યતિથિએ સેવાકીય પ્રવૃતિઓ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો સુતત્ય પ્રયાસ કરાયો છે. જેમાં જીઆઈડીસી પાસે આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા જોડાયા હતા. આ ઉપરાંત વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે વોટર કુલર અર્પણ તેમજ સમર્પણ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. લાયન્સનગર સ્કૂલના બાળકોને ફૂલસ્કેપ વિતરણ, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને બપોરનો ટંક જમાડ્યા તેમજ ગૌશાળામાં ઘાસચારો નાખી અને રામઘાટ નદી પાસે લોકોને બેસવા માટે બાકડા મુકવામાં આવ્યા છે.