એસટી ડેપો ખાતે ડ્રાઇવર ડેની ઉજવણી : સારી કામગીરી બદલ અન્ય 17 ડ્રાઇવરોનું પણ બહુમાન કરાયુંમોરબી : મોરબી એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ - 2025 અંતર્ગત આજરોજ ડ્રાઇવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક પણ અકસ્માત થયા ન હોય તેવા ૪૭ ડ્રાઇવરોનું અને સારું કામ મેળવતા ૧૭ ડ્રાઇવર સન્માન કરાયું હતું. જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર રાજદિપસિંહ અનિરૂદધસિંહ જાડેજા અને જીલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઘેલાના માર્ગદર્શનમાં ડી. બી. ઠક્કર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ નેશનલ રોડ સેફટી મંથ અનવ્યે માર્ગદશન આપ્યું હતું.