વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ અને ટ્રસ્ટ મંડળે શહિદોના પરિવારજનો માટે રૂ.૫૫,૫૫૫નું ફંડ એકત્રિત કર્યું હળવદ : હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડમી અને ન્યુ એરા વિદ્યાલય દ્વારા સયુંકત તૃતિય વિદાય અભિવાદન સમારંભની શહીદોને વિરાંજલિ આપવા માટે સાદગીભરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય તે હેતુ સાથે મીંણબતી પ્રગટાવીને ભારત દેશનો નકશો બનાવી શહીદોને વિરાંજલિ આપવામાં આવી હતી. શહેરની વિવેકાનંદ અને ન્યુ એરા વિદ્યાલયના ધો ૬ થી ૧૨નાં વિદ્યાર્થીઓએ સાંકૃતિક અને રાષ્ટ્રીય ભાવના ખિલવતા નાટક, માઇમ મુકાભિનય, રાસ વગેરે કૃતિઓ રજૂ કરી હતી.તો સાથો સાથ શહીદ જવાનો માટે વિદ્યાર્થી અને શિક્ષક સ્ટાફ અને ટ્રસ્ટ મંડળે રૂ.૫૫,૫૫૫નું ફંડ ભંડોળ અર્પણ કર્યું હતું. ધો ૧૨માં અભ્યાસ કરતા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીનો વિદાય અભિવાદન કાર્યક્રમ દરમ્યાન વર્ગ ૪નાં કર્મચારીઓ અને સંસ્થાને 'શાળા સંભારણું ' ભેટ સોગાત આપી વિદ્યાર્થીઓએ આપણી 'ગુરુ-દક્ષિણા' સંકૃતિને ઉજાગર કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન તમામ ટ્રસ્ટ મંડળનાં પરિવાર અને વિધાર્થીઓ તેમજ શિક્ષકગણે સમૂહમાં સંધ્યા ભોજન લીધું હતું.વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો હાવ દૂર થાય એ અનુસંધાને યોજાયેલા કાર્યક્રમ વિજયભાઈ અમૃતિયા અને રામજીભાઈ સોનગરાએ તમામ કાર્યક્રમનું સુસંચાલન કર્યું હતું. તેમજ મહેન્દ્રસિંહ પઢીયારની અધ્યક્ષામાં શિક્ષક સ્ટાફ સાથે રહીને કાર્યક્રમનું સ્ટેજ અને સાઉન્ડ સાથે જીવંત પ્રસારણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en