મોરબી : મોરબીના કડીવાર બંધુઓએ શ્રાદ્ધ નિમિત્તે કીડીયારુ પુરી પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.અબોલ જીવોની સેવા એ જ સાચી પ્રભુ સેવા હોય જે મુજબ કડીવાર બંધુઓએ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે કીડીયારું પુરી સર્વે પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 51 નાળિયેરમાં કીડિયારુ ભરીને અલગ અલગ 51 જગ્યાએ આ નાળિયેર જમીનમાં ખાડો ખોદીને તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા છે. જેથી અનેક નાના જીવોને ખોરાક મળી રહે. આ સાથે વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપ્યો છે.