મોરબી : કોરોના મહામારીમાં એસ.ટી. નિગમમાં ફરજ દરમ્યાન ઘણા એસટી કર્મચારીઓનું નિધન થયું છે. આ અવસાન પામેલ કર્મચારીઓનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ આવતીકાલે તા.20 ને ગુરૂવારના રોજ બપોરે 12 વાગ્યે એસટી ડેપો ખાતે રાખેલ છે. જેમાં તમામ સદગત એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.