મોરબી : મોરબીમાં સદગતની યાદમાં રામાનંદી સાધુ જ્ઞાતિ માટે શ્રદ્ધાંજલિ ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. મોરબી નિવાસી સ્વ. જેન્તીલાલ ભીખાલાલ કુબાવતના સ્મરણાર્થે જીતેશ કુબાવત દ્વારા રામાનંદી સાધુ જ્ઞાતિ માટે શ્રદ્ધાંજલિ ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પરિવારજનો સદગત સ્વજનના ક્રિયાકર્મ બાદ ઘરે પરત આવે ત્યારે વિનામૂલ્યે ભોજન ઘર સુધી પહોંચાડવામાં આવશે. વધુ વિગત માટે જીતેશ કુબાવત (મો. 98795 26699)નો સંપર્ક કરી શકાશે.