ટંકારા : ટંકારાના બંગાવડી ગામમાં હેમગીરી આશ્રમ ખાતે હેમગીરી બાપુ સેવક પરિવાર દ્વારા સંત હેમગીરી બાપુ (ભાડલા)ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આગામી તા. 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે બપોરે 4 કલાકે શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત, પ્રાયચિંત વિધિ તથા ઘાન્યઘીવાસ કરવામાં આવશે. દ્વિતીય દિવસે સવારે 8 કલાકે ગણપતિ પૂજનથી શરુ કરી સાંજે સંચાધિવાસ સુધી અલગ-અલગ વિધિ કરવામાં આવશે. તેમજ તા. 1 અને 2ના રોજ રાત્રે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તૃતીય દિવસે અલગ-અલગ વિધિ તથા બપોરે 12-15 કલાકે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શાસ્ત્રી રમેશભાઈ જોશી (ટીમ્બડીવાળા)ના આચાર્યપદે પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહૂતી બપોરે 1 કલાકે થશે. ભાવિકો માટે તા. 3 ડિસેમ્બરના રોજ બપોરે 11 કલાકે રામદેવપીર મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાધ્વી વનદેવી (મૌનીદત્ત આશ્રમ - ભાડલા), રામગીરી બાપુ (જૂનાગઢ આશ્રમ), જયગીરી બાપુ (સુરત આશ્રમ) સહિતના અનેક સંતો ઉપસ્થિત રહેશે. હેમગીરી બાપુ સેવક પરિવાર તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા માટે ભાવકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ દર્શનાર્થીઓ માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થા રાખેલ છે.