ગઈકાલે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષોનો સોથ વળી ગયો, સદનસીબે જાનહાની નહિ મોરબી : મોરબી અને માળીયા તેમજ વાંકાનેરમાં ગઈકાલે ભારે વરસાદ સાથેનો પવને અનેક વૃક્ષોનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબી-માળીયા અને વાંકાનેર હાઇવે ઉપર ઠેરઠેર વૃક્ષો ધારાશાયી થયા હતા. ગઈકાલે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો.પણ સદનસીબે જાનહાની થઈ નથી મોરબી, માળીયા વાંકાનેર સહિતના વિસ્તારમાં ગઈકાલે સાંજે અચાનક જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ઠેરઠેર વૃક્ષો પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોરબી અને માળીયા હાઇવે તેમજ મોરબી વાંકાનેર હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘટાદાર વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભારે વરસાદ અને પવન ફૂંકાતા લીલાછમ વૃક્ષો પડી ગયા હતા.પણ સદનસીબે વૃક્ષો પડવાની ઘટનામાં જાનમાલને નુકસાન થયું નથી.