વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે અષાઢી બીજના પાવન અવસરે વાંકાનેર તાલુકાના લુણસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષોનું રોપણ અને જતન એ જ પ્રકૃતિના રક્ષણનો ઉપાય છે તે બાબતને સાર્થક કરતા 35 વૃક્ષો લુણસરમાં આવેલ તળાવની ફરતે વાવવામાં આવ્યા હતા. જેના માટે ગ્રામજનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..