મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અગાઉ વૃક્ષો વાવવા માટે યોગ્ય રીતે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૮ આસોપાલવના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ પ્રા. કે.આર.દંગીની ઉપસ્થિતિમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરિયાના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજનો સ્ટાફગણ પણ ઉપસ્થિત રહયો હતો.આ કાર્ય એન.એસ.એસ. યુનિટની એક ટીમને સોંપાયું હતું. જે સુપેરે પૂર્ણ થયું હતું.