મોરબી : આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર મોરબીના સ્ટાફ તથા પોલીસ કર્મચારી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.