મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વેલનાથ ધામ માળિયા ફાટક ખાતે આજે વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા દરેક સમાજને સંદેશ આપતા જણાવાયું હતું કે, વૃક્ષો વગર માનવ જીવન જોખમમાં છે, વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવો, પર્યાવરણનું સંરક્ષણ કરવાની જવાબદારી આપણી છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત સદસ્ય અને મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાન તુલસીભાઈ પાટડીયા, ચુવાળીયા ઠાકોર ટીમ મોરબી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સુરેલા, અનિલભાઈ સારલા, મુકેશભાઈ દેગામા, પિયુષભાઈ જંજવાડીયા, મનુભાઈ ઉપસરિયા, મહેશભાઈ ઉપસરિયા, મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ મયુરભાઈ બાબરીયા, યોગેશજી ઠાકોર, મહેશજી ઠાકોર, મોરબી તાલુકા ઉપપ્રમુખ કિશનજી ઠાકોર, વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મોરબી શહેર પ્રમુખ જે. બી. ઠાકોર, ખારી વિસ્તાર પ્રમુખ ભરતભાઈ પીપળીયા, કેપી વરાણીયા, મહેન્દ્રનગર ગામ સમિતિ સંગઠન મંત્રી સાગરજી ઠાકોર, મોરબી શહેર સલાહકાર મંત્રી નવઘણ ધામેચા, મોરબી શહેર ઉપપ્રમુખ મનીષ સાલાણી, શૈલેષ જંજવાડીયા, ધરમપુર દેવરાજભાઈ સનુરા અને ઇન્દિરાનગરના વિજયભાઈ ભોજવીયા સહિતના આગેવાનો તેમજ ઠાકોર સેનાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.