ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલા પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે વરસાદી માહોલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી મોસમ છે ત્યારે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વધુ ને વધુ વૃક્ષો ઉછેરે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉદ્દેશ સાથે ભક્તો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.