મોરબી : 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વજેપર ખાતે આવેલી કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયો હતો. જ્યાં સંસ્થા દ્વારા વિવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા અને પર્યાવરણ જાળવવા માટેના સંદેશો પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોની પણ સક્રિય હાજરી રહી હતી.