મોરબી : મોરબીમાં પરિશ્રમ ઔષધિ વન મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી 29 જુલાઈ, 2024 સોમવારના રોજ મોરબીની જનતાના સ્વાસ્થ્ય માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો દ્વારા તડાવીયા હનુમાન મંદિર, સથવારા ની વાડીની આગળ, શનાળા બાયપાસ રોડ ઉપર 51 ઔષધીય છોડો રોપવામાં આવ્યા હતાવૃક્ષારોપણ તરફ સદસ્યોનો એક વધુુ પગલું છે જેમાં ઔષધીઓ છોડમાં કાંટા શેરીઓ, પરિજાત , કરણ , મરોડ ફળી, ખારો , ગુગળ , ગુંદા, દેશી જાસુદ, સુગંધી તુલસી, ગરમાળો , સીતાફળ, દેશી બદામ, દેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવળ, ખાખરો, કલ્પવૃક્ષ, જેવા 51 છોડવાનું રોપાણ કરવામાં આવ્યું હતું.આ તકે દેવેન્દ્રભાઈ જાડેજાએ સદસ્યોને વિવિધ છોડો વિશે માહિતી પણ પ્રદાન કરી હતી. કયો છોડ કઈ રીતે આપણી લાઇફમાં ઉપયોગી છે તેના વિશે જાણકારી પૂરી પાડી હતી. મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો આવા કાર્યો કરી મોરબીની જનતા માટે કંઈક સારું કરવા માંગે છે સાથે જનતાને પણ અનુરોધ કર્યો છે કે, તમે તમારા આસપાસની જગ્યામાં એક એક છોડ વાવીને એને તમારા છોકરાની જેમ ઉછેર કરજો અને મોરબીની હવાને સાફ કરવામાં મદદ કરવા જણાવ્યું હતું.