ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની લજાઈ ગામ સ્થિત દેવદયા માધ્યમિક શાળામાં એક બાળ એક ઝાડ અંતર્ગત ગામના આગેવાનો તથા ઉપ સરપંચ હસમુખભાઈ મસોત તેમજ શાળાના આચાર્ય એન. આર. ભાડજા , ભુદરભાઈ વામજા , રજની ભાઈ મસોત તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં લજાઈ ગામને હરિયાળું બનાવા કરંજ , વડ , સરગવો , લીમડાના વૃક્ષો તેમજ બીજા કેટલાય ઔષધીય વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પોતાના ઘેર નજીક વાવવા માટે પણ વૃક્ષોના રોપાઓ આપવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne