મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણના જતન માટે અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લાના પ્રત્યેક ગામોમાં ઝુંબેશના ભાગરૂપે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની રક્ષાના આ શુભ કાર્યમાં સ્વયંસેવક તરીકે જોડાવા ઇચ્છુક હોય તેવા યુવાનો, વડીલો, અને નિવૃત અધિકારીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના મોબાઈલ નંબર 8758668639 અથવા મો. નં. 9737911687 પર પોતાનું નામ નોંધાવી આ શુભ કાર્યમાં સહભાગી થઈ શકે છે તેવું મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.