મોરબી : આજરોજ 5 જૂને ઠેર ઠેર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ 5, 6 અને 7 ના વિદ્યાર્થીઓને આશરે 500 જેટલા રોપા વિતરણ કરાયા હતા. જેમાં લીમડાના 50, કેલટોના 50, જામફળના 100, સીતાફળના 100, કરંજના 50, જાંબુના 50, બદામના 50 અને ટેકોમાંના 50 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.