મોરબી : મોરબી શહેરમાંથી સામા કાંઠે જવા માટે જે બેઠો પુલ છે તે બેઠા પુલ પાસે મણી મંદિરની નજીકમાં એક વૃક્ષ ધરાશાઈ થઈ ગયું છે. આ વૃક્ષ ધરાશાઈ થતા દિવાલની ગ્રીલ પણ તૂટી ગઈ છે અને દિવાલ પણ પડી ગઈ હતી. જેના કારણે થોડી વાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી મહાનગરપાલિકાની બાગ બગીચા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.