મહાપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, વૃક્ષ હટાવવાની કામગીરી શરૂમોરબી અપડેટ : મોરબીના એવન્યુ પાર્ક વિસ્તારમાં આવેલી શેરી નં. 7 માં અચાનક એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. રસ્તાની વચ્ચે વૃક્ષ પડવાના કારણે સ્થાનિકોની અવરજવર પ્રભાવિત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ મહાપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે રસ્તા પર પડેલા વૃક્ષને કાપીને તેને હટાવવાની અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે, જેથી સ્થાનિક લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરી શકાય.#Morbi #MorbiUpdate #AvenuePark #MorbiNews #GujaratNews #MorbiFireDepartment