પોલીસે સ્કોર્પિયો સહિત 8,00,500નો મુદ્દામાલ કબ્જે કર્યોવાંકાનેર : વાંકાનેર શહેરમાં સીટી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન જીજે - 02 - ઇજી - 0303 નંબરની સ્કોર્પિયો લઈને પસાર થતા આરોપી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી કુલદીપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દિલીપસિંહ જાડેજા રહે.મયુર સોસાયટી, ત્રાજપર ચોકડી, મોરબી વાળાને ચેક કરતા આરોપીના કબ્જામાંથી પ્લાસ્ટિકની બોટલમાં ભરેલ એક લીટર કેફી પ્રવાહી મળી આવતા પોલીસે દારૂ જેવું પ્રવાહી કિંમત રૂપિયા 500 તેમજ 8 લાખની સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂપિયા 8,00,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.