બે શખ્સો વાહન લઈને આવ્યા, એક શખ્સે ધડાધડ ફાયરિંગ કરીને લોથ ઢાળી દીધી : પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી મોરબી : માળિયા મિયાણામાં આજે સાંજે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના બસ સ્ટેન્ડ રોડ પર ઘરની નજીક બેઠેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર અંધાધુધ ફાયરિંગ કરી તેની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હાલ પોલીસે પણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.પીઆઇ રાકેશ પટેલે આપેલી વિગતો અનુસાર, માળિયામાં જૂના બસ સ્ટેન્ડ રોડ પર રહેતા હૈદર સુમારભાઈ મોવર ઉ.વ.51 નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાંજે આશરે 7:30 વાગ્યાના અરસામાં હૈદર પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી સફીર મુસા મોવર ત્યાં આવ્યો હતો અને અચાનક ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી હૈદરનું મોત નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સફીર સાથે અન્ય 1 વ્યક્તિ પણ હાજર હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #FiringInMaliya #CrimeNews #MorbiPolice #MurderCrime #GujaratNews #GujaratiNews