હિમતનગરથી રોહિત પ્રજાપતિ મોરબી મુકાયા મોરબી : મોરબી આરટીઓ કચરીના અધિકારી અને બે આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરની બદલી થવા પામી છે. મોરબી આરટીઓમા હિમતનગરથી રોહિત પ્રજાપતિ મુકવામાં આવ્યા છે. મોરબી આરટીઓ કચેરીના અધિકારી જે.કે. કાપટેલની નડિયાદ બદલી થઈ છે તેમના સ્થાને હિંમતનગરની આર.પી.પ્રજાપતિ મુકાયા છે. આ ઉપરાંત મોરબી આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર એચ.આર.મુલાણી અને બી. એ. શીંગાળાની પણ બદલી થવા પામી છે. વધુમાં આ બદલીના ઘાણવામાં મોરબી આરટીઓમાં એ.એસ.પ્રજાપતિ, આર.એ.જાડેજા અને ચારોલાભાઈને મોરબી આરટીઓમાં મુકવામાં આવ્યા છે.