મોરબીમાં ડેપો મેનેજર તરીકે એ.એન. પઢારીયા અને વાંકાનેર ડેપો મેનેજર તરીકે જે.આર. અગ્રાવત મુકાયા મોરબી : ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં આજે મોટા પાયે બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી અને વાંકાનેર ડેપો મેનેજરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજર તરીકે રહી અને સારી કામગીરી કરનાર દિલિપ શામળાની લીમડી ડેપોમાં બદલી કરી છે ત્યારે તેની જગ્યા એ ઉપલેટા ડેપોના ડેપો મેનેજર એ.એન.પઢારીયાની મોરબી ડેપો મેનેજર તરીકે નિમણુંક કરી છે. જ્યારે વાંકાનેર ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રીમતી કે.એમ. ભટ્ટની રાજકોટ ડેપોમાં ડેપો મેનેજર એ તરીકે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ ગોંડલ ડેપોના જે.આર.અગ્રાવતની વાંકાનેર ડેપો મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવી છે.