મોરબી : ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ આ ઓર્ડરમાં આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આ બદલી ઓર્ડરને કારણે હાલમા હળવદ પ્રાંત અધિકારી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે.