રાજ્ય સરકારે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી 3 અધિકારીને પ્રમોશન આપ્યામોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી - બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી ડીડીઓ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની બદલી થઈ છે.ગુજરાત સરકારે જીએએસ કેડરમાં બદલી - બઢતીના હુકમ કર્યા છે જે અંતર્ગત મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ખાંભરાને જસદણ પ્રાંત અધિકારી તરીકે તેમજ ડેપ્યુટી ડીડીઓ એન.ડી.કુગશિયાની તાપી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.