જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડી. ડી. જાડેજા અને હળવદ આસી. કલેકટર ગંગાસિંઘની બદલી મોરબી : રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની બદલીનો દૌર શરૂ કરાયો છે. જેમાં 10 દિવસ પહેલા 26 આઇએએસ અધિકારીઓની બદલી બાદ આજે વધુ 77 આઈએએસ અધિકારીની બદલી કરવા હુકમો કરાયા છે જેમાં મોરબીના બે અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના વહિવટી વિભાગ દ્વારા આજે 77 IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં હળવદ આસી. કલેકટર તરીકે ફરજ બજાવતા ગંગાસિંઘ અને મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા ડી. ડી. જાડેજાની બદલી કરવા હુકમ કરાયો છે. આ ઉપરાંત, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે.